મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે પર્યાવરણ પ્રિય ગણપતિજીનું સ્થાપન કર્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતૃર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો છે. ગણેશ ચતૃર્થીનો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસથી સૌ મનાવે છે. આ વર્ષે કોરોના સંક્રમણીને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા વિઘ્નહર્તા ગણેશ દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્યમંત્રીએ સૌને અપીલ પણ કરેલી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતૃર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે પર્યાવરણ પ્રિય (ટ્રી પ્લાન્ટ ગણપતિ ) ગણપતિજીનું સ્થાપન કર્યું . ગણેશજીની આરાધના માટે અભિગમ સાથે માટીના ગણપતિમાં વૃક્ષનું બીજ વાવી ગણેશ મૂર્તિનું સ્થાપન ઘરમાં જ કરવા, પૌધામાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટા પાયે વૃક્ષો વાવવા આ અવસરે આગ્રહ ભરી અપિલ પણ કરી છે.