Skip to content
બી ડીવીઝન પોલીસ મથકના નાકોટિક ડ્રગ્સ ગાંજાના ગુનામાં ઝડપાયેલો ખંભાળીયાના ટીંબળી ગામનો યુવરાજસિંહ ઉર્ફે અજયસિંહ બન્નેસિંહ જાડેજા નામના શખ્સે પેરોલ પર છુટયા બાદ ફરી હાજર ન થતાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને ખાનગી રહે મળેલ હકીકતના આધારે રાજકોટ રેન્જ આઇજીના પીએસઆઇ વી.બી. ચૌહાણ સહિતના સ્ટાફે જામનગર ખીજળીયા બાયપાસ ચોકડી પાસેથી ઝડપી પાડયો છે. આરોપી અન્ય રાજયોમાંથી ૯ કિલો ગાંજો વેચાણના અર્થે રાજકોટ લઈ આવતા બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ઝડપી પાડયો હતો.