અમદાવાદ શહેરનાં પૂર્વ મેયર પ્રફુલ બારોટનું અવસાન
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ૮ ફેબ્રઆરીથી ૧૯૯૧ થી ૮ ફેબ્રુઆરી ૧૯૯૨ સુધી અમદાવાદ શહેરના મેયર તરીકે કાર્યરત અમદાવાદ શહેરના પૂર્વ મેયર પ્રફુલ બારોટનું અવસાન થયું છે. મેયર સાથે જ પ્રફુલ બારોટ અમદાવાદના જાણીતા વકીલ પણ હતા અને તેઓ BJPના નેતા હતા.
પ્રફુલભાઈના અવસાન પર PM મોદી, સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે શોકની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!
CM રૂપાણીએ પ્રફુલ બારોટના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કરીને જણાવ્યું કે, અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરીવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ પૂર્વ મેયર પ્રફૂલ બારોટના અવસાનના સમાચાર મળતા તેમણે દુઃખ કર્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે ‘અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટજીનાં અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદનાં વિકાસ માટે એમણે કરેલા કાર્યો ક્યારેય ભૂલાશે નહીં. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના.ઓમ શાંતિ.’