રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે અંદાજીત 5000 વર્ષ જૂનું પૌરાણીક ગજાનન ગણપતિ નુ મંદિર આવેલું છે જેની એક ખાસ વિશેષતા
ઉપલેટાથી 20 કિલોમીટર દૂર ઢાંક ગામમાં સિધ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. દરેક ભક્તો બાપ્પાના મંદિર સુધી પહોંચી શકતા નથી એટલા માટે દેશ-વિદેશથી પત્રો દ્વારા પોતાના પ્રશ્નો બાપ્પાને મોકલે છે. મંદિરના પૂજારી દિલસુખગીરી ગોસ્વામી બાપ્પા સમક્ષ લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ સંભળાવે છે. મંદિરે આવતા પત્રો મોટાભાગે ગુજરાતી અને હિન્દી ભાષામાં હોય છે. ગામના પોસ્ટમેન પત્રો ઓળખી મંદિર સુધી પહોંચાડે છે. ઢાંકમાં આવેલા ગણપતિ બાપ્પાના મંદિરનો ઇતિહાસ અંદાજીત 5 હજાર વર્ષ પૂર્વેનો છે સિધ્ધિવિનાયક મંદિરનો ઇતિહાસ બે હજાર વર્ષ પૂર્વેનો છે. હાલ અહીં દરરોજ 50થી વધુ પત્રો આવે છે. મંદિરમાં ગણપતિ બાપ્પાનું મુખ ગામ તરફ છે અને પ્રાચીન ગ્રંથ મુજબ આવા ગામો પર કુદરતી આફતો આવતી નથી. મંદિરના પૂજારી દિલસુખગીરી જણાવે છે કે, ભક્તોની સમસ્યાના પ્રશ્નો પત્ર લખનાર, હું અને ગણપતિ દાદા ત્રણ જ જાણીએ છીએ. બે હજાર વર્ષ પહેલા ઢાંક ગામનું નામ પ્રેહ પાટણ હતું. લોકવાયકા પ્રમાણે એક સંતે ક્ષાપ આપતા અહીંના ધન-દોલત માટીના થઇ ગયા હતા. આથી આ ગામના લોકો દુખી બની ગયા હતા. ગ્રામજનોએ સંતના ક્ષાપમાંથી મુક્તિ મેળવવા ગણપતિ દાદાને પ્રાર્થના કરી અને પ્રેહ પાટણ યથાવત સ્થિતિમાં આવી ગયું. વનવાસ દરમિયાન પાંડવોએ અહીં ગણપતિદાદાના દિવ્ય સ્વરૂપની પૂજા કરી હતી.
રિપોર્ટ:-જયેશ મારડીયા ઉપલેટા