સસરા પુત્રવધૂને લઈને ભાગ્યા હોવાની વાત થઈ વાયરલ, સસરાએ અફવા ફેલાવનાર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ
સુરત શહેરમાં વેવાઈ-વેવાણ, મોટાભાઈ નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે સસરા પોતાની પુત્રવધૂને લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતાં ચર્ચા જગાવી છે. જોકે, આ બાબતે સસરા દ્વારા અફવા ફેલાવનાર સામે સુરતના ગ્રામ્ય કામરેજ પોલીસમાં અરજી કરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં સસરા અને પુત્રવધૂના આડાસંબંધની જાણ થયાના બીજા જ દિવસે ભાગી ગયા હોવાનું લખવામાં આવ્યું છે.સુરત શહેરના છેવાડે આવેલા ગામમાં આવેલી સોસાયટીમાં રહેતા આધેડ વયના સસરા યુવાન વયની પુત્રની વહુને લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં બંનેના ફોટો અને નામ સાથે પોસ્ટ ફરી રહી છે.
સોશિયલ મીડિયામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, સસરા પુત્રવધૂને ભગાવી જતા પુત્ર પર સામાજિક ટીકાઓ અને મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. નારાજ પુત્રએ ભાગેડું સસરા-વહુને શોધી આપનારને 50 હજાર રૂપિયા ઈનામ આપવાની પણ ગામમાં જાહેરાત કરી કરી હોવાનું પણ ફેલાયું છે ત્યારે પોતાની વિષે સોશિયલ મીડિયામાં ફરી રહેલી પોસ્ટ અંગે સસરાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. જેમાં કહ્યું છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી જે અફવા ફેલાવે છે તે ખોટી છે.
આ અંગે તેમની સમાજ પ્રતિસ્ઠા હાની થઇ રહી છે. જેને લઈને ગતરોજ સુરત ગ્રામ્ય પોલીસના કામરેજ પોલીસ મથકમાં અરજી પણ કરી દેવામાં આવી છે. તે સાથે એક વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં આ પરિવાર મોભી અને તે પોતાની પુત્ર વધુને લઈને ભાગ્યાની વતા છે.
તેમને લોકોને મેસેજ આપ્યો છે કે સમાજના તમામ આગેવાનો અમારી સાથે છે. સોશિયલ મીડિયામાં જે અફવા ફેલાઈ છે તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને વિનંતી કરું છું કે, આ વાતને આગળ ફેલાવશો નહીં. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સજાને પાત્ર છે જોકે પોલીસે આ બાબતે ગંભીરતા દાખવી ને તપાસ તેજ કરી છે.