ગુજરાતમા ભારે વરસાદના પગલે ભારે તબાહી મચી છે. સોમવારે ભારે વરસાદના પગલે ૯ લોકોના મોત થયા છે તેમજ ૧૯૦૦ લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામા આવ્યા છે. રાજયમા સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમા ભારે વરસાદ થયો છે. જેમાં નીચાણવાળા અનેક વિસ્તારોમા બેટ બની ચુક્યા છે. તેમજ અનેક લોકોના ઘરમા પાણી ભરાયા છે