ખુન કેસમાં ભાવનગર જીલ્લા જેલમાં રહેલ અને વચગાળાના જામીન મેળવી એક વર્ષથી ફરાર થયેલ કેદીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી
ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ , ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ હકિકત આધારે ભાવનગર શહેર ઘોઘારોડ ( બી ડીવીઝન ) પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૭૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦ ર વિગેરે મુજબના ગુન્હામાં ભાવનગર જીલ્લા જેલમાં રહેલ કાચા કામનો કેદી નંબર -૧૬૦ સોમાભાઇ ઉર્ફે ચંપુ સુરીંગભાઇ રાછડ ઉ.વ .૩૦ રહેવાસી પારૂલ સોસાયટી , પ્લોટ નંબર પરાએ ઘોઘારોડ ફાતીમા સર્કલ પાછળ ભાવનગર વાળો ભાવનગર જેલમાં ઉપરોક્ત ગુન્હામાં હતો અને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમથી દિન -૦૭ ના વચગાળાના જામીન ઉપર છુટેલ અને મજકુર કેદીને તા .૧૦ / ૦૯ / ૨૦૧૯ જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ હતો આ કેદીને ભાવનગર ખાતેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ મારફતે પરત ભાવનગર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ . બાવકુદાન ગઢવી જગદીશભાઇ મારૂ વિજયસિંહ ગોહિલ યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ . હારીતસિંહ ચૌહાણ મનદીપસિંહ ગોહિલ દિલીપભાઇ ખાચર તથા ડ્રાઇવર ભગીરથસિંહ રાણા જોડાયા હતા
રિપોર્ટર શબ્બીર માલદાર ભાવનગર