દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મુળ જસદણ પંથકની 24 વર્ષીય યુવતીએ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે કોઠારીયા ચોકડી પાસે આશાપુરાનગર 15માં રહેતા દિપક સાંગાભાઇ આલ નામના રબારી શખ્સનું નામ આપ્યુ છે. યુવતીએ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેણી રાજકોટમાં મનહર પ્લોટ વિસ્તારમાં બ્યુટી પાર્લરનો કોર્ષ કરતી હતી. અહીં હોસ્ટેલમાં રહેતી હતી. દરમિયાન તા. 1/1/2019 ના તેનો સંપર્ક આરોપી સાથે થયો હતો. બાદમાં બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે થઇ હતી.ત્યારબાદ આ દિપક તેને મેસેજ કરી તેમજ વાતચીત કરતો હતો. વાતચીતનો દૌર એક મહિનો ચાલ્યા બાદ બંને વચ્ચે પરિચય ગાઢ બનયો હતો અને દીપકે પોતે પરિણીત હોય પરંતુ પત્ની સાથે છુટાછેડા લઇ લેવાનું જણાવી યુવતીને લગ્નનું વચન આપી તેણીને 2019માં માર્ચ માસમાં વિજય પ્લોટ પાસે આવેલી હોટલ વેલવેટમાં લઇ ગયો હતો જયા તેણે યુવતીની મરજી વિરૂધ્ધ તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યો હતો.ફરીયાદમાં વધુમાં જણાવ્યા મુજબ આરોપીએ લગ્નના વચનો આપી વર્ષ 2019માં મે માસમા ત્રિકોણબાગ પાસે આવેલી ક્રાઉન હોટલે લઇ ગયો હતો અને ત્યા પણ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં આ રીતે છેલ્લા 2 વર્ષ દરમિયાન આરોપી દીપક ફરીયાદીને અલગ અલગ હોટલમાં લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જાન્યુઆરી 2020માં યુવતી ગર્ભવતી બનતા તેણે દીપકને વાત કરી હતી. જેથી દીપકે કહયુ હતુ કે, આપણે થોડા સમયમાં લગ્ન કરી લઇશુ. તેમ કહી તા. 12/6/2020 ના જસદણમાં તેના કોઇ પરીચીતના કલીનીકે લઇ ગયો હતો જયાં સોનોગ્રાફી કરતા યુવતીને 6 માસનો ગર્ભ હોવાનું માલુમ પડયુ હતુ. તેમ છતા આરોપીએ યુવતીને એવી ધરપત આપી હતી કે આપણે ટુંક સમયમાં લગ્ન કરી લઇશુ. દરમિયાન આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થઇ જતા તેમણે યુવતીને ઘરેથી કાઢી મુકી હતી. ત્યારબાદ તેણી રાજકોટમાં અલગ અલગ જગ્યાએ રહેતી હતી.ગઇકાલ યુવતીએ દીપક સાથે વાત કરી પોતાને 8 માસનો ગર્ભ હોય લગ્ન કરી લેવા માટે કહેતા અંતે દીપકે પોત પ્રકાશી તુ ખુબ ઝઘડા કરે છે તેમ કહી લગ્ન કરવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. જેથી યુવતીએ આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 376 (2), એન મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ યુવતીને લગ્નની લાલચ આપી તેના પર દુષ્કર્મ આચરનાર આરોપીને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. તેમજ તે વ્યાજવટાઉનું કામ કરતો હોવાનું જાણવા મળ્યુ છે. અગાઉ યુવતીને આરોપી સાથે ઝઘડો થતા અને તેણે લગ્નનો ઇન્કાર કરતા ઓગષ્ટ 2019માં યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો