માધાપરમાં જુગારધામ પર અને ફરાદી-તુંબડી સીમમાં દરોડા: 10 ખેલીઓની અટક

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધાપરમાં વાડામાં ચાલતા જુગારધામ તેમજ માંડવીના ફરાદી તુંબડી વચ્ચેની વાડીમાં એલસીબીએ દરોડા પાડીને 10 ખેલીઓને 70,170ની રોકડ સહિત 4,00,170ના મુદામાલ સાથે દબોચી લીધા હતા. ભુજ તાલુકાના માધાપર ખાતે સુલેમાન ઓસમાણ સમા નાલ ઉગરાવીને જુગાર રમાડતો હોવાની હકીકત મળતાં એલસીબીએ દરોડો પાડીને સંચાલક સુલેમાન ઓસમાણ સમા, હાર્દિક હસમુખભાઇ સોરઠીયા, અબ્દુલ દાઉદ કુંભારની અટક કરી હતી. જ્યારે રમેશ ઉર્ફે બબી દેવજી આહિર, ઉતમ કાનજી ટાંક નાસી જવામાં સફળ રહયા હતા.પોલીસે રૂા.46,400 રોકડા, 5 મોબાઇલ, કાર સહિત 3,76,400નો મુદામાલ જપ્ત કર્યો હતો.
મોટી ભુજપુરના દેવશીભાઇ કાનજીભાઇ મહેશ્વરીની માલિકીની વાડીમાં દેવશી મહેશ્વરી, દેવરાજ પ્રેમજી નજાર, કરશન વાલજી નજાર, રમેશ ખેતા મહેશ્વરી, શંકર ગાભા રાઠોડ, દેવશી નામોરી નજાર, રમેશ તેજા મહેશ્વરીને જુગાર રમતા ઝડપી લઇ 23,770ની રોકડ રકમ, 6 મોબાઇલ મળીને રૂ.32,770નો મુદામલા કબજે કર્યો હતો.