ભુજનો એ બનાવ લૂંટનો નહિં મારામારીનો હોવાનું ઇજાગ્રસ્તે નોંધાવેલ ફરિયાદમાં સામે આવ્યું

ભુજની સંસ્કાર સ્કુલ પાસે બનેલો બનાવ લૂંટનો નહિં પણ મારા મારીનો હોવાનું ઇજાગ્રસ્તે ફરિયાદમાં ખુલાસો કર્યો હતો. મળતી માહિતી મુજબ ઇજા પામનાર આરીફ અનવરભાઇ મણીયાર (ઉ.વ.28)એ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જ્ણાવ્યું હતું કે, શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં પોતાની મોટર સાયકલથી જતો હતો ત્યારે તેમનો મિત્ર તાહિર રજાક કુરેશી રહે મદીના નગરવાળો સંસ્કાર સ્કુલની સામેના રોડ પર ઉભો હતો. અને ફરિયાદી પાસેથી ઉછીના રૂપિયા માગ્યા હતા. ફરિયાદીએ રૂપિયા પોતાની પાસે ન હોવાનુ કહેતા તાહિરે ગાળો આપીને છરી કાઢીને આરીફના ડાબા હાથની હથેળીમાં અને આંગળીઓમાં માર મારી ઇજા પહોંચાડી હતી.