કચ્છમાં કોરોનાના વધુ 22 કેસ સાથે કુલ આંક 1164 થયો
કચ્છમાં કોરોનાનો પ્રભાવ થોડો મંદ પડયો હોય તેમ છેલ્લા બે દિવસથી જિલ્લામાં પોઝિટિવ કેસમાં ઘટાડાનો દોર હાલ જારી છે. મંગળવારે જિલ્લામાં વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા તેની સામે 18 દર્દી સાજા પણ થયા છે.નોંધાયેલ આ 22 કેસોમાં જિલ્લામાં સર્વાધિક છ-છ કેસ માંડવી અને ગાંધીધામ વિસ્તારમાં નોંધાયા છે. ગાંધીધામના તમામ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે માંડવીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે. ભુજ શહેરમાં પાંચ તો અંજાર શહેરમાં ત્રણ અને ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો છે. આ’ ઉપરાંત મુંદરામાં પણ એક કેસ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં કુલ નોંધાયેલા કેસનો આંક 1164 થયો છે જે પૈકી 840 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. જિલ્લાનો કોરોના રિકવરી રેટ 72.16 ટકા છે. 42 લોકો તંત્રના ચોપડે’ સત્તાવાર રીતે મોતને ભેટયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 265 હોવાનું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાઠવાયેલી યાદીમાં જણાવાયું છે, તો ઓગસ્ટના 25 દિવસમાં નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 600ની નજીક પહોંચી ગયો છે.”