પ્રાગપર ચોકડીએ કોંગ્રેસના આગેવાન પરના હુમલાના કેસના 2 આરોપીઓની જામીન અરજી નામંજુર

મળતી માહિતી મુજબ મુંદરા તાલુકામાં પ્રાગપર ચોકડી ખાતે કોંગ્રેસના તાલુકા અઘ્યક્ષ હરાસિંહ ગનુભા જાડેજા ઉપર’ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ ગજેન્દ્રાસિંહ ભીમજી જાડેજા અને તેની સાથેના શખ્સો દ્વારા હુમલો થવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા પકડાયેલા બે આરોપી નવીનાળ ગામના રોહિતાસિંહ શિવુભા જાડેજા અને નિરૂભા દોલુભા જાડેજાની નિયમિત જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.આ બન્ને આરોપી માટે પહેલા આગોતરા જામીન અરજી જે તે સમયે મુકાઇ હતી. જે પરત ખેંચી લેવામાં આવી હતી. આ પછી બીજીવખત થયેલી આગોતરાની માગણી કોર્ટએ નામંજૂર કરી હતી. બન્નેની ધરપકડ બાદ હાલે તેમના માટે નિયમિત જામીન અરજી મુકાઇ હતી. જેની સુનાવણીમાં બન્ને પક્ષને સાંભળી જિલ્લા અદાલતે બન્નેની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજા તથા ફરિયાદ પક્ષ વતી આર.એસ.ગઢવી હાજર રહ્યા હતા.’