ચોરીના કેસમાં આઠ મહિનાથી નાસતો ફરતો આરોપી વરનોરાવાસી ઝડપાયો

ભુજ તાલુકાના પદ્ધર પોલીસ મથકમાં છેલ્લા આઠ મહિનાથી નોંધવાયેલ ચોરી વિશેના કેસના નાસતા ફરતા રહેલા આરોપી તાલુકાના નાના વરનોરા ગામના અબ્બાસ આમદ ત્રાયાને પકડી પાડવામાં આવ્યો હતો. સતાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ ગત વર્ષમાં ચોરીનો આ કિસ્સો નોંધાયા બાદ તહોમતદાર અબ્બાસ કાયદાના રક્ષકોને ચકમો દઇને ફર્યા કરતો હતો. દરમ્યાન પદ્ધર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરીને તેને પકડી પાડયો હતો. પઘ્ધરના ફોજદાર એસ.આર.જાડેજા સાથે સ્ટાફના સભ્યો આ કામગીરીમાં જોડાયા હતા.