દેશમાં કોરોના ના વધુ 75760 પોઝીટીવ: દર 36 કલાકે 1 લાખ લોકો સંક્રમિત
દેશમાં કોરોના પીક પર છે કે પીક ભણી જઈ રહ્યો છે તેની અનિશ્વીતતા અને હવે વધુ એક અનલોકની તૈયારી વચ્ચે ગઈકાલે પુરા થતા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસ 76000ની નજીક અને 75760 નોંધાતા દેશમાં હવે દર 36 કલાકે 1 લાખ નવા પોઝીટીવ નોંધાવા લાગ્યા છે અને તેની સાથે કોરોનાથી મૃત્યુમાં પણ હવે છેલ્લા 10 દિવસમાં 10000 થી વધુ લોકોના મૃત્યુ નોંધાયા છે. આમ દેશમાં હવે ડેથ રેટ વધવા લાગ્યા છે. ગઈકાલે જ 1023 મોતથી દેશમાં કુલ મૃત્યુઆંક 60472 થયા છે અને કોરોનાના કુલ પોઝીટીવ 33.10 લાખ થયા છે. જેમાં હાલ 7.25 લાખ એકટીવ કેસ છે. ભારત આ રીતે સિંગલ ડે પોઝીટીવમાં વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ સતત ત્રીજા સ્થાને રહ્યું છે. દેશમાં દિલ્હી જેવા રાજય જયાં કોરોનાનું સંક્રમણ સાવ નીચા તબકકે પહોંચી ગયું હતું અને કેન્દ્ર તથા દિલ્હી સરકારે તેની ‘ખુશી’ મનાવવાનું શરૂ કર્યુ હતું. ત્યાં પણ ફરી સંક્રમણ વધવા લાગ્યું છે અને કુલ પોઝીટીવ કેસમાં નેશનલ એવરેજ 1.8%ના દૈનિક વધારા છે પણ તેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, મધ્યપ્રદેશ, પ.બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં દૈનિક પોઝીટીવ કેસની એવરેજ વધુ છે. ઉતરપ્રદેશ 2 લાખથી વધુ પોઝીટીવ કેસ ધરાવનાર દેશનું પાંચમુ રાજય બની ગયુ છે અને છેલ્લા બે દિવસમાં દેશમાં ટેસ્ટની સંખ્યા 8થી9 લાખની રહે છે. જો કે દિલ્હીમાં ગઈકાલે કેસ ફરી વધતા રાજય સરકારે ટેસ્ટ વધારવા આદેશ આપ્યા છે તો યુપીમાં ગઈકાલે નવા 5898 નવા પોઝીટીવ નોંધાયા છે. હવે જેલોમાં કોરોના પોઝીટીવ વધવા લાગતા રાજયની ચિંતા વધી છે. રાજસ્થાનની બારમેર જેલમાં 126 કેદીઓને કોરોના પોઝીટીવ છેલ્લા 24 કલાકમાં જાહેર કરાયા છે તો મુંબઈમાં બેસ્ટ (બસ સેવા) ના 60 કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે.