પ્રદેશ પ્રમુખ પાટીલે રાજ્યની ૬ પાલિકાના સભ્યો સામે સપાટો બોલાવ્યો

મળતી માહિતી મુજબ રાપર પાલિકાની ગત ૨૪ના નગરપતિ તથા ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. રાપર પાલિકામાં ભાજપના ૧૫ તાથા કોંગ્રેસના ૧૩ સદસ્ય છે. જેમાં આગામી અઢી વર્ષ માટે સામાન્ય મહિલા પ્રમુખ તરીકે ભાજપ દ્વારા અમૃત વાલજી વાવીયાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. પરંતુ ભાજપના મેન્ડેટ ધરાવતા સદસ્યને મત આપવાના બદલે ભાજપના સભ્યોએ કોંગ્રેસના બે સદસ્યોનો સાથ લઈને ભાજપના જ મહેશ્વરીબા સોઢાને ઉમેદવારી કરાવી , તેને મત આપી ને વિજેતા કર્યા હતા. તો ઉપપ્રમુખ તરીકે પ્રવિણ દયારામ ઠક્કરનો વિજય થયો હતો. ભાજપના જિલ્લા મહામંત્રી અને અન્ય સભ્ય રાપર નગરપાલિકાના પ્રમુખનું મેન્ડેટ લઈ આવ્યા હતા. પરંતુ તમામ સભ્યોએ તેનો વિરોધ કરીને બળવો કરતા પાટીલના આદેશથી તમામ બળવાખોરને પાઠ ભણાવવા પક્ષમાંથી હકાલ પટ્ટી કરી દેવાઈ હતી. જેમાં નવા ચુંટાયેલા પ્રમુખ મહેશ્વરીબા સોઢા, ઉપપ્રમુખ પ્રવિણ ઠક્કર,માજી પ્રમુખ ગંગા શિયારીયા, ઉપ પ્રમુખ હઠુભા સોઢા, શાસકપક્ષના નેતા બળવંત ઠકકર, જાકબ કુંભાર, શકીના રાયમા, મુળજી પરમાર, નિલમબા વાઘેલા, હેતલ માલી, શૈલેષકુમાર શાહ, નરેન્દ્ર સોની, િધંગા પઢીયાર વગેરેનો સમાવેશ થાય છે. હજુપણ આગામી દિવસોમાં ભાજપના નેતાઓ સામે પગલા લેવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. પક્ષ વિરોધી કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરાતા પક્ષમાં સખડડખડ કરતા અન્ય સભ્યોમાં પણ સોંપો પડી ગયો છે. તાજેતરમાં રાજ્યમાં ૬ પાલિકાના પ્રમુખ તાથા ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. જેમાં ભાજપ પક્ષના મેન્ડેન્ટને અવગણીને પોતાની મરજીથી પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટનારા પક્ષના ૩૮ બળવાખોર સભ્યોને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલના આદેશથી પક્ષે સસ્પેન્ડ કરી દિાધા છે. જેમાં રાપર પાલિકાના ૧૩ સભ્યોનો પણ સમાવેશ થાય છે.