એટ્રોસિટી એકટ સુધારા સામે હાઇકોર્ટનો ‘સ્ટે’: જામીન આપતા પહેલા ફરિયાદીને સાંભળવા માટેના સુધારાને પડકારતી અરજી રદ એટ્રોસિટીના ગુનામાં ત્રણ વર્ષથી ઓછી સજા હોય ત્યારે ફરિયાદીને સાંભળવા માટેના સુધારાને પડકારતી અરજી નામંજુર એટ્રોસિટી એકટના કાયદામાં સમય અને સંજોગોને ધ્યાને લઇને વખતો વખત સુધારા થયા છે. ત્યારે આ કાયદા હેઠળ પકડાયેલા શખ્સની જામીન અરજી સમયે ફરિયાદીને સાંભળવા અંગે થયેલા સુધારા અંગે હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં એટ્રોસિટી એકટમાં ત્રણ વર્ષથી ઓછી સજાની જોગવાય હેઠળ ગુનો નોંધાયો હોય ત્યારે ફરિયાદીને સાંભળવા જરૂરી ન ગણાવતો મહત્વનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા દેશમાં સૌ પ્રથમ ચુકાદો જાહેર કરી એટ્રોસિટીના કાયદામાં થયેલા સુધારાને પડકારતી અરજી નામંજુર કરી છે. એટ્રોસિટી એકટ હેઠળ નોંધાતા ગુનાની સજાની જોગવાય ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ત્યારે આ કાયદા હેઠળ અગાઉ જેની સામે ગુનો નોંધાતો તેની સિધી ધરપકડ થતી હતી તેમા ઘણા સુધારા થયા બાદ એટ્રોસિટીના કાયદાને અસરકારક બનાવવા માટે પકડાયેલા આરોપી દ્વારા જામીન અરજી કરવામાં આવે ત્યારે ફરિયાદીને સાંભળવા અંગેનો સુધારો કરવામાં આવ્યો છે. એટ્રોસિટી એકટના કાયદામાં થયેલા આ સુધારાને પડકારતી એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં થઇ હતી. ત્યારે દેશમાં સૌ પ્રથમ વખત કહી શકાય તેવો હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપી એટ્રોસિટીના ગુનામાં ત્રણ વર્ષથી ઓછી સજા હોય તેવા કેસમાં ફરિયાદીને જામીન અરજીની સુનાવણી દરમિયાન સાંભળવા જરૂરી ન હોવાનું ઠરાવી સુધારા અંગેની અરજીને ફગાવી દીધી છે.