જામનગરના કિસાન ચોક ઉનની કંદોરી વિસ્તારમાં નાણાંકીય લેતીદેતીના પ્રશ્ને યુવાનના ઘરમાં બે શખ્સોએ ઘુસી છરીના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે ખસેડાયો છે. જામનગરના કિસાન ચોકમાં ઉનની કંદોરી પાસે ખફી હોટલ વાળી શેરીમાં રહેતા રમેશભાઇ મોહનભાઇ વાઘેલા નામના યુવાનના ભાઇ હરીશને નાણાંકીય લેતીદેતીના પ્રશ્ને ત્રણ મહિના પહેલાં તકરાર થયેલ હોય તેની અદાવત રાખી તેના ઘરે જઇ ત્રિકમ આલા સાગઠીયા તેમજ મનસુખ ત્રિકમ સાગઠીયા નામના શખ્સોએ જઇ છરી વડે હુમલો કરી દેતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ ૩ર૬, ૩ર૩, ૪૪૭, પ૦૪, ૧૧૪ તેમજ જી.પી.એકટ ૧૩પ (૧) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે