મહેશ્વરી સમાજમાં ચાલી રહેલા માગ સ્નાનના વ્રત દરમ્યાન ગાંધીધામના સેક્ટર-૭ ગણેશનગરના ૮ વર્ષના નીલ જીતુભાઈ માતંગે આખા મહિનાના વ્રત ધારણ કર્યા.
મહેશ્વરી મેઘવાળ સમાજમાં ચાલી રહેલા માગ સ્નાન વ્રત પાડવા સમાજના બહોળી સંખ્યામાં લોકોએ વ્રત રાખ્યા છે જે વ્રતમાં કઠિન નિયમોનું પાલન કરવામાં આવે છે.જેમાં સવારે ૩ વાગે ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરવાનું, વાળમાં તેલ નહીં, નાખવાનું નખ નહીં કાપવા,દાઢી નહીં કરવી,ચાર પાઇ ઉપર ન બેસવું,ખરાબ વ્યસનોથી મુક્ત રહેવું અને આખો મહિનો ધર્મશાસ્ત્રોનું વાચન કરી સદગુણો અપનાવવાના હોય છે. તેવામાંજ ચાલી રહેલા માગ સ્નાનના વ્રત દરમિયાન ગાંધીધામમાં સેક્ટર ૭ ગણેશનગરમાં રહેતા ૮ વર્ષીય નીલ જીતુભાઈ માતંગ આ નાના બાળકે આખા મહિનાના વ્રત ધારણ કર્યા છે. આ આઠ વર્ષના નાના બાળકે આ વ્રત ધારણ કરીને અને આ વ્રતના નિયમોનું પાલન કરીને ધાર્મિકતા સાથે લોકોને પ્રેરણા આપવાનું ઉતમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.