ડીજીટલ ઇન્ડિયા પહેલ તરફ ભારતીય રેલવે દ્વારા વધુ એક પગલું

પહેલા મેન્યુઅલ પાસ નીકળતા હતા અને રેલવે કર્મચારીઓ સંબધિત ઓફિસના ધક્કા ખાવા પડતા હતા.પરંતુ હવે રેલવે કર્મચારીઓ ઓનલાઈન પાસ મેળવી શકશે.પશ્ચિમ રેલવેએ ડીજીટલ ઈન્ડિયા તરફ વધુ એક પગલું ભર્યું છે જેમાં પશ્ચિમ રેલવે દ્વારા પોતાના કર્મચારીઓ માટે ઇ-પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. ડિજીટલ ઇન્ડિયા પહેલ તરફ વધુ એક પગલું ભારતીય રેલવે દ્વારા ઇ પાસની સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. જે માનવ સંસાધન સંચાલન પ્રણાલીનું એક મોડ્યુલ છે.પશ્ચિમ રેલવેનાં કર્મચારી અને તેમના પરિવાર માટે ઇ પાસ સુવિધા ટિકિટ ઓર્ડરનું પેપરલેસ કામ થશે.આ સુવિધાનો લાભ મેળવવા માટે રેલવે કર્મચારીઓને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. રેલવે દ્વારા પુરા પાડવામાં આવેલા લોગીન આઇ ડી અને પાસવર્ડની મદદથી લોગિન કરવું પડશે. આ સુવિધા હેઠળ અપાયેલા પાસને કર્મચારીઓએ ડાઉનલોડ કરવા ઉપરાંત કર્મચારી તેમની સુવિધા મુજબ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે. જોકે, અત્યાર સુધી રેલવે કર્મચારીઓને ઓનલાઈન ટિકિટ બુકીંગ માટેની સુવિધા ઉપલબ્ધ ન હતી. પ્રારંભિક તબક્કે આ સુવિધા કાર્યકારી કર્મચારીઓ મુખ્ય મથક સહિત તમામ વિભાગ માટે ઉપલબ્ધ કરાઈ છે. 1 નવેમ્બરથી પાસ આપવામાં આવશે નહિ.