ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોહલીએ ટ્વીટ કરીને ફેન્સને આપી ગુડ ન્યુઝ, વિરુષ્કાના ઘરે આવશે મહેમાન
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, પિતા બનવા જઇ રહ્યા છે. ગુરુવારે કોહલી અને અનુષ્કાએ એક ટ્વીટર દ્વારા તેમના પ્રશંસકોને આ ખુશખબર આપી હતી. કરીના કપૂર બાદ બોલિવુડની વધુ એક એક્ટ્રેસ 2021માં ખુશ ખબર આપવા જઈ રહી છે. તેણે ટ્વીટ કરીને લખ્યુ કે અનુષ્કા પ્રેગ્નેટ છે અને તેઓ 2021માં બે માંથી ત્રણ થવા જઈ રહ્યા છે. આ લખતાની જ સાથે ટ્વીટર પર #Virushka ટ્રેન્ડ થવા લાગ્યો છે. ફેન્સ પણ તેમની આ ખુશીમાં ખુશ થઇને ટ્વીટ કરી રહ્યાં છે.તે જ સાથે, અનુષ્કાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાની અને વિરાટની એક મનોહર તસવીર પણ શેયર કરી હતી. ફોટામાં અનુષ્કા તેની બેબી બમ્પ બતાવતા જોવા મળી હતી.
આ ફોટા સાથે અનુષ્કાએ વિરાટની જેમ ટ્વિટ પણ કર્યું, “અને હવે પછી, અમે ત્રણ થઈ જઈશું ! આવનાર જાન્યુઆરી 2021 માં, નવા મહેમાન આવી રહ્યા છે.”