ઈન્ડોનેશિયામાં અનોખી રીતની પરંપરા લોકો પોતાના પ્રિયજનનાં અવશેષો કબ૨માંથી કાઢી,ને શણગારે છે

આ પરંપરા દ૨મિયાન લોકો કોરોના સંક્રમણથી બચવા માટેની તકેદારી લેતા પણ નજરે ચઢયા હતા. એક યુવકે માસ્ક પહેરીને પોતાની મૃતક બાળકીના અવશેષો દફનાવ્યા. એક યુવતીએ પોતાના મૃતક દાદાના અવશેષો સાથે સેલ્ફી કલીક કરી હતી. મૃતકનાં પરીવા૨જનો દ૨ વર્ષો ઓગષ્ટમાં ખેતી શરૂ ક૨તાં પહેલા તેમના આશિર્વાદ લેવા માટે કબ્રસ્તાનમય છે. એક મૃતક બાળકીનાં અવશેષોનો નવા કપડા, હે૨ બેન્ડ, સેન્ડલ પહેરાવવામાં આવ્યા. પરીવા૨જનોએ તેની સાથે ફોટા પણ પડાવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે ટો૨જન સમુદાયના લોકો દ૨ વર્ષો ઓગષ્ટમાં પનગાલા સ્થિત કબ્રસ્તાનમાં એકઠા થાય છે અને તેમાં દફનાવવામાં આવેલા મમીને બહા૨ કાઢીન તેમને સન્માન આપે છે. અવશેષોને સડતા ૨ોક્વા માટે તેઓ ૨સાયાણિક લેપ લગાવવાની સાથે દ૨ વર્ષો તાબૂત પણ બદલે છે. તેઓ માને છે કે અવશેષ સા૨રી પરીસ્થિતિમાં હશે તો પૂર્વજોના આશિર્વાદ હંમેશા તેમની સાથે ૨હેશે. કબ૨માંથી બહા૨ કાઢયા પછી ટો૨જન સમુદાયના લોકો પોતાના મૃતક આપ્તજનોને સુંદ૨ કપડા, સેન્ડલ, આભુષણો પહે૨ાવવાની સાથે તેમના મનપસંદ ભોજનનો ભોગ પણ લગાવે છે. ફરી દફનાવતી વખતે તેઓ તાબૂતમાં તેમને ગમતી ભેટ પણ મૂકે છે જેથી તેમને ભૌતિક સુખની કમી ન વર્તાય.