રાપરના સણવામાં ખેતર મામલે ચાર શખ્સોએ બે ભાઈઓ પર કર્યો હુમલો

copy image

રાપર ખાતે આવેલ સણવામાં ખેતર મામલે ચાર શખ્સોએ બે ભાઈઓ પર હુમલો કરી દેતાં આ બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મારામારીના બનાવ અંગે સણવામાં રહેતા વેલા બાલા છગન કોળી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 22-6ના સાંજના અરસામાં ફરિયાદી અને તેમનો નાનો ભાઈ તે દરમ્યાન આરોપી ઈશમો ત્યાં આવેલ અને તારા ભત્રીજા ભરતને કહે જે ભાગીયું મૂકી દે તેમ કહી ગાળાગાળી કરી હતી. બાદમાં ઉશ્કેરાઈ ગયેલ આરોપી ઈશમોએ બંને ભાઈઓ પર ધારિયા અને લાકડી વડે હુમલો કરી દેતાં તેઓ ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. પોલીસે આ મામલે આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.