કોરોના ના કપરા કાળે બાળકોને શાળાએ જતા બંધ કરી દીધા છે તેવામાં જ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની મહત્વની ગણાતી JEE અને NEET ની પરીક્ષાઓ થોડા જ દિવસમાં યોજનાર છે ત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો દરેકે દરેક જિલ્લા અને તાલુકામાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઉછાળો થતો જાય છે અને જો આવા સમયમાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમાય છે અને તેના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને સરકાર એ જ્યારે આવી પરીક્ષાઓ યોજવા માટે આખરી નિર્ણય લઈ લીધા છે ત્યારે આ બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરાઇ હતી કે આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં ન થાય કારણ કે આ પરીક્ષાઓ માટેના કેન્દ્ર ખૂબ દૂર આવતા હોય છે ત્યારે કચ્છના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે અમદાવાદ ,રાજકોટ કે વડોદરા જેવા કેન્દ્ર પર જવું પડતું હોય છે અને ત્યાં બીજી જગ્યાએથી પણ કેટલા બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે તો ક્યાંક ને ક્યાંક કોઈક વિદ્યાર્થી સંક્રમિત થાય તો કોરોના ના કેસ માં મોટો ઉછાળો આવી શકે તેવી શક્યતાઓ પણ આપણે નકારી શકીએ નહીં . આ ઉપરાંત શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી તોતિંગ ફી ઉઘરાવવામાં આવી રહી છે ત્યારે એક તરફ વાલીઓ માંડ ધંધા-રોજગાર સેટ કરવા માટે બેઠા થયા છે અને બીજી તરફ તેને આ બધા જ રૂપિયા તેના બાળકની પાછળ ખર્ચી નાખવા પડે છે તો આ રજૂઆત પણ કલેકટર સમક્ષ આવેદનપત્ર આપતી વેળાએ કરવામાં આવી હતી અને આ ઉપરાંત જ્યારે કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ કલેકટર સમક્ષ રજૂઆત કરવા માટે ગયા ત્યારે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.