રાજુલા જાફરાબાદ ખાંભા જનરલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ભરતી બાબતે રાજુલાના M.L.A. અંબરીશ ડેર દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ સમક્ષ રજુઆત

રાજુલા જાફરાબાદ ખાંભા જનરલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ભરતી બાબતે રાજુલાના M.L.A. અંબરીશ ડેર દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ સમક્ષ લેખિતમાં વાત મૂકવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા મતવિસ્તારના રાજુલા જાફરાબાદ ખંભા માં આવેલી જનરલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી બાળકોના ડોક્ટર, સર્જન, જનરલ ફિઝિશિયન ,ગાયનેકોલોજિસ્ટ વગેરે જેવા નિષ્ણાંત ડોક્ટરો નથી. રાજુલા શહેર સહિત રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના ગામના લોકો પણ આ જનરલ હોસ્પિટલમાં આવતા હોય છે. પરંતુ નિષ્ણાત ડૉક્ટરોના અભાવે લોકો ખૂબ જ હેરાન થઈ જાય છે . લોકોએ નાછૂટકે મહુવા થી ભાવનગર જવું પડે છે . આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ નિષ્ણાંત ડોક્ટર નથી. માટે જો જાફરાબાદ રાજુલા અને ખાંભા ની જનરલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની નિમણુંક કરવા માં આવે તેવી અપીલ કરવામાં આવી હતી