આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,ઓરેંજ એલર્ટ જાહેર
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.રાજ્યમાં હજી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેથી રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે તેમ છે. તો 30 તારીખે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ છે. તો 31 તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના ભાગરૂપે આજથી 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.ગુજરાતમાં અત્યારસુધી મોસમનો ૧૦૦%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જોકે, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેની પૂરી સંભાવના છે.