પોપ્યુલર શો ‘બિગ બોસ’માં ભાગ લેવા દિશા વાકાણીને ઓફર
કલર્સ ચેનલ પર રિયલ્ટી શો ‘બિગ બોસ-14’ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ‘બિગ બોસ’ શો ચોથી ઓક્ટોબરથી પ્રસારિત થવાનો છે. મુંબઈમાં વરસાદ છતાં ‘બિગ બોસ’ શો માટેની તૈયારી પુરજોશથી ચાલી રહી છે. કેટલાય ટીવી સ્ટાર્સને ‘બિગ બોસ’ 14નો પ્રસ્તાવ મળ્યો છે. સબ ટીવીના સૌથી પોપ્યુલર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ની ‘દયાબહેન’ ઉર્ફે દિશા વાકાણીને પણ ‘બિગ બોસ- 14’ માટે પ્રસ્તાવ મળ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ શોના પ્રોડ્યુસર ઇચ્છે છે કે દિશા વાકાણી પણ ‘બિગ બોસ’નો હિસ્સો બને. જોકે આ પ્રસ્તાવનો હજી સુધી દિશા વાકાણી પ્રત્યુત્તર નથી આપ્યો.
અભિનેત્રી દિશા વાકાણીએ માતા બન્યા પછી કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ને અધવચ્ચે છોડ્યો હતો. બે વર્ષ પછી પણ દિશા વાકાણી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ના સેટ પર પાછી નથી ફરી. ત્યાર પછી તેના ફેન્સને વિશ્વાસ થવા માંડ્યો કે દિશા વાકાણીએ આ કોમેડી સિરિયલને છોડી દીધી છે. જોકે દિશા આ શોમાં પરત ફરશે એવી ચર્ચા ચાલી રહી છે. દિશા વાકાણીએ ભલે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ સિરિયલ છોડી દીધી હોય, પણ પ્રશંસકોની વચ્ચે હજી પણ તે લોકપ્રિય છે અને લોકો તેને તેના ચરિત્ર ‘દયાબહેન’ માટે પ્રેમ કરે છે.