નખત્રાણાના કોટડા અને રાપરના પીછાણામાંથી 7 ખેલીઓ ઝડપાયા

નખત્રાણાના કોટડા જડોદર અને રાપરના પીછાણામાં પોલીસે દરોડો પાડીને સાત જુગારીઓને રૂ.27,420ની રોકડ સાથે પકડી પાડ્યાં હતાં. જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કોટડા જડોદર ખાતે જુગાર રમતા ઓસમાણ જેમલ સોઢા, સાલેમામધ અબ્દુલ્લા સોતા, અરજણ વાઘજી સીજુ, અરજણ મેઘજી સીજુ, રવજી મીઠુ કોલી 10,420ની રોકડ સાથે પકડાઇ ગયા હતા. જ્યારે રાપર તાલુકાના પીંછાણા ગામમાં આવેલા ચોકમાં જુગાર રમી રહેલા છગનભાઇ ગોવાભાઇ કોલી અને ઉજુભા દલુભા જાડેજાને આડેસર પોલીસે રૂપિયા 17,000 રોકડા સાથે ઝડપી પાડ્યાં હતાં. જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.