પુત્રીની JEEની પરિક્ષા આપવા માટે પિતાએ બાઈક ઉપર કરી 300 કિલોમીટરની મુસાફરી, જાણો પછી શું થયું


એક ખેડૂતે પોતાની પુત્રીને જેઈઈની પરિક્ષા દેવડાવવા માટે નાલંદાથી રાંચી સુધી 300 કિલોમીટરની મુસાફરી મોટરસાઈકલથી કરી હતી. બિહારના નાલંદા જિલ્લામાં રહેતા ધનંજય કુમારે 12 કલાકમાં 300 કિલોમીટરની યાત્રા કરી અને તે સુનિશ્ચિત કર્યું કે, તે ઝારખંડના રાંચી તુપુડાનામાં પોતાની પુત્રીને મંગળવારે જેઈઈ પરિક્ષા દેવડાવવા માટે સમયસર પહોંચી શક્યાં.
કોરોના વાયરસના કારણે બસ સેવા બંધ
કોવિડ-19ના કારણે બિહાર અને ઝારખંડ વચ્ચે કોઈ બસ સેવા નથી ચાલી રહી તેને જોતા ધનંજય કુમારે સોમવારે નાલંદા જિલ્લાથી પોતાની યાત્રા શરૂ કરી હતી. તે આઠ કલાકમાં બોકારો પહોંચી ગયા અને ત્યાંથી 135 કિલોમીટરની યાત્રા કરીને સોમવારે બપોરે રાંચી પહોંચ્યાં હતાં. ધનંજયે કહ્યું કે, મે જાણ્યું કે, નાલંદાથી રાંચી સુધીની લાંબી મુસાફરી કરવા માટે મોટરસાઈકલ એક માત્ર વિકલ્પ છે. કોરોના વાયરસના કરાણે બસો ચાલી રહી નથી. તેણે કહ્યું કે, બોકારોથી રાંચી જતા સમયે મને નિંદર આવવા લાગી હતી. હું વચ્ચે રોકાઈ ગયો અને થોડી વાર માટે સુઈ ગયો હતો. પછી પુત્રી સાથે ફરીથી મુસાફરી પૂર્ણ કરી હતી.