દુનિયા આખીનો ભરોસો ભારત પર વધ્યો છે, ભારત સૌથી શ્રેસ્ઠ છે અને રહેશે


ચીન સાથે સીમા પર જારી તાણ તેમજ દેશની અંદર વિક્રમી સર્જતો કોરોના કે જેનો સંકટ વિવિધ પડકારો આપે છે ત્યારે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારની રાત્રે ભારત-અમેરિકા સંબંધો પર યોજિત ત્રીજા વાર્ષિક શિખર સંમેલનને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધતાં જણાવ્યું હતું કે, દુનિયાને ભારત પર ભરોસો વધ્યો છે. પડકારોથી ભરેલા વર્તમાનની સ્થિતિ એક એવી નવી માનસિકતાની માંગ કરે છે, જેનો દૃષ્ટિકોણ વિકાસ માટે માનવ કેન્દ્રિત હોય. આપણે આપણા ક્ષમતા નિર્માણ પર જોર જાળવી રાખવું પડશે તેવી સલાહ મોદીએ આપી હતી. યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર્મ (યુએસઆઇ એસપીએફ) યોજિત શિખર સંમેલનને સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત પહેલો એવો દેશ હતો જેણે સૌથી પહેલાં માસ્કનો ઉપયોગ અમલી કર્યો. કોરોનાને નાથવા જવાબદારીપૂર્વક લોકડાઉન લાગુ કરનાર ભારત સરકારનો એક જ હેતુ હતો – ગરીબોની રક્ષા કરવાનો, તેવું તેમણે ઉમેર્યું હતું. ભારત-અમેરિકા સંબંધો પર આયોજિત શિખર સંમેલનને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દુનિયાનો ભારત પર ભરોસો વધ્યો છે અને ભારત દેશ રોકાણ માટે પણ વિશ્વની પ્રથમ પસંદગી બનવા માંડયો છે. `યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ’ (યુએસઆઇએસપી)ના ઉપક્રમે યોજિત સંમેલનને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, 2020નું વર્ષ શરૂ થયું ત્યારે કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે આવી ગંભીર મહામારી આવશે. જાન્યુઆરીમાં ભારત પાસે માત્ર એક ટેસ્ટિંગ લેબ હતી, જ્યારે આજની તારીખે દેશભરમાં 1600 લેબ છે. ભારતમાં મૃત્યુદર આખી દુનિયા કરતાં ઘણો ઓછો છે તેવું પણ વડાપ્રધાને જણાવ્યું હતું. ભારતમાં રિકવરી રેટ લગાતાર વધી રહ્યો છે. અમે અત્યારે દુનિયામાં બીજા સૌથી મોટા પીપીઇ?કિટ નિર્માતા છીએ તેવું તેમણે ઉમેર્યું હતું.મોદીએ કહ્યું કે, 1.3 અબજ ભારતીય `આત્મનિર્ભર ભારત’ના મિશનમાં સક્રિયપણે સહભાગી બની રહ્યા છે.કોરોનાની મહામારીએ દેશમાં ઘણા ક્ષેત્રોને અસર કરી છે પરંતુ ભારતીયોનાં મનોબળ, આકાંક્ષાઓને પ્રભાવિત કરી શકી નથી, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.