તળાજાથી રાજુલા નેશનલ હાઈવે મારામત માટે ૧૨૦૫ કરોડ મંજૂર.

06071373-6617-4800-b8c7-ad1eb76554fe

તળાજાથી રાજુલા નેશનલ હાઈવે મારામત માટે ૧૨૦૫ કરોડ મંજૂર.

ધારાસભ્ય અંબરીષ ડેર ની મહેનત રંગ લાવી.

સૌરાષ્ટ્રના દરિયા ને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે.

તેમજ છેલ્લા દોઢ વર્ષથી અવિરત પડી રહેલા વરસાદના કારણે આવી સ્થિતિ વધુ અતિ ખરાબ હાલત બની ગય હતી.

તેમજ વરસાદ પડતા વધુ કફોડી હાલત બની ગઇ હતી આ હાઇવેની.અહીથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

ત્યારે આ અંગે રાજુલા જાફરાબાદ ખાંભાના યુવા ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા થોડા દિવસ પહેલાં જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી હતી. અને તળાજા રાજુલા નેશનલ હાઈવે મરામતના ૧૨૦૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા..

આ હાઇવેની પરિસ્થિતિ અંગેના અહેવાલો પ્રસિદ્ધ કરાવી લોકહીત માટે તંત્રને જગાડવા નો પ્રયત્ન કર્યો હતો..

આખરે ધારાસભ્ય અંબરીષ ડેર ની મહેનત રંગ લાવી..

રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા..