જખૌ સરકારી પ્રાથમિક શાળામાં કેટલાય દિવસ થી શ્વાન મૃત હાલતમાં પડ્યો છે
જખૌ સરકારી પ્રાથમિક શાળાની જર્જરિત હાલત માં પડેલ આંગણ વાડી અંદર શ્વાન આજે ઘણા દિવસ થી મૃત હાલત માં પડેલો છે. પ્રાથમિક શાળાના સ્ટાફને શ્વાનના મૃતદેહ માંથી વાસ આવતા તેઓ દ્વારા તપાસ કરવામાં આવી કે શાળા ના પ્રાંગણ કે અન્ય જગ્યાએ ક્યાંક કોઈ પણ જીવ મૃત હાલત માં છે. ત્યારે તેઓને જાણ થઈ કે પ્રાથમિક શાળાની જર્જરિત પડેલ હાલતની આગણ વાડીમાં એક શ્વાન મૃત પડેલ છે, અને તેમાંથી વાસ આવી રહી છે. પ્રાથમિક શાળા ના સ્ટાફ દ્વારા જખૌ પંચાયતના તલાટીને રૂબરૂમાં જાણ કરવામાં આવી. તલાટી સાહેબ દ્વારા જવાબ આપવામાં આવ્યો કે તમે સરપંચ ને જાણ કરો, સરકારી કર્મચારી તરીકે હું કોઈને આદેશ આપી શકું નહિ. પ્રાથમિક શાળા ના સ્ટાફ દ્વારા સરપંચ નું સંપર્ક કરવામાં આવ્યો છે. જખૌ માં અગાઉ પણ વાઘેર વિસ્તારમાં મૃત શ્વાન નું નિકાલ કરવામાં આવ્યો ન હતો. વરસાદ ના પાણી માં મૃત શ્વાન તરવા લાગ્યો હતો, અને આજુ બાજુ ના વિસ્તારમાં શ્વાનના મૃતદેહ માંથી ખૂબ જ ગંદી વાસ આવવા લાગી હતી. પણ પંચાયત દ્વારા તેમનું પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો ન હતો.
ખાસ સૂત્રો મારફતે