રાધનપુર નગરપાલિકા દ્વારા ખોટી સહી કરી 60 લાખ રૂપિયા ચુકવવા નો મામલો આવ્યો સામે

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા દ્વારા સફાઇ કામગીરી નુ સેનટરી વિભાગ ના ઈનસ્પેકટરે પ્રકાશ પુરી ની ખોટી સહી કરી 60 લાખ રૂપિયા જેવી રકમ ચુકવતા રાધનપુર નગરપાલિકા ચકચાર મચ્યો. ખોડીયાર ટુસ એન્ડ ટ્રાવેલ્સ ના નામનો ચેક 60 લાખ રૂપિયા નો આપી દેતા ખળભળાટ. સેનેટરી વિભાગના ઇન્ચાર્જ પ્રકાશ પુરી લેખીતમાં રજૂઆત કરી છે કે મારા નામની ખોટી સહી કરી પૈસા ચુકવવામાં આવેલ છે, તો યોગ્ય કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી હતી.

સેનેટરી વિભાગ ના ઈસપેકટરે પ્રકાશ પુરી જણાવ્યું કે મારી પાસે સહી લેવા ઉપરથી રાધનપુર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. પણ મે સહી કરી નથી મારા નામની ખોટી સહી કરી કુભાડ સફાઈના નામે કરાયું છે. રાધનપુર નગરપાલિકા માં આવી એજન્સી દ્વારા કોઈ સફાઈ ની કામગીરી કરેલ નથી.

ખાસ સૂત્રો મારફતે