ગ્રામ પંચાયત અને તંત્રની આંખો ખોલવા માટે નખત્રાણામા કોંગ્રેસે બિસ્માર રોડના ખાડામાં વૃક્ષારોપણ કર્યુ

નખત્રાણાની હાલત તુટેલા રસ્તા થકી બેકાર બની છે. લોકોને વાહનાથી તો ઠીક પરંતુ પગપાળા નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે. બીજીતરફ પંચાયત કે તંત્રના ઉચ્ચ અમલદારો રાહતરૂપ કોઈ કામ કરતા ન હોવાથી કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષો રોપી દેવાયા હતા. ૨ થી ૩ ફુટના ખાડાઓ થકી રોજ વાહનો સ્લીપ થતા હોવાથી લોકોના હાડકા ભાંગી રહ્યા છે. રસ્તાના કામમાં ઉચ્ચ અમલદારોથી લઈને સ્થાનિકોની મિલીભગતથી હાલ લોકોને આ દિવસો જોવા પડી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારનો વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને ઠેકઠેકાણે ખાડાઓમાં માટી પુરીને વૃક્ષો વાવી દિધા હતા. જો આગામી સમયમા કામગીરી નહીં કરાય તો કોંગ્રેસ વધુ આકરા કાર્યક્રમ આપશે તેવી ચીમકી પણ અપાઈ હતી.
ખાસ સૂત્રો મારફતે