પીછાણા ગામે અંબાજી મંદિરના તાળા તોડીને આભુષણોની કરાઇ ચોરી: ચોરીની વધુ એક ઘટના

chori

રાપર પંથકના પીછાણા ગામે અંબાજી માતાના મંદીરમાંથી રાત્રિ દરમિયાન તાળા તોડીને સોના-ચાંદીના ઘરેણા સહિતની વસ્તુઓની ચોરીની ઘટના બહાર આવતા શ્રધ્ધાળૂઓમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આાધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ પીછાણા ગામે આવેલા અંબાજી માતાજીના મંદિરમાંથી ગત તા.રર/૮થી ર૩/૮ દરમિયાન મંદિરના તાળા તોડીને સોનાનું મંગળસુત્ર, ચેઈન, નાથડી, સોનાનો ચાંદલો, મુગટ, તલવાર, છતર સહિત ૮પ હજારની ચોરી કરી જતાં મેઘાભાઈ હરીભાઈ દુબરીયાએ ફરિયાદ નોંધાવી છે. મંદિરમાં થયેલી ચોરીની આ ઘટનાને લઈને ભાવિકોમાં તીવ્ર રોષની લાગણી પ્રસરી જવા પામી છે. તેમજ આ કૃત્ય આંચરનાર તત્વોને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.

ખાસ સૂત્રોના માધ્યમથી