કોરોનાના ટેસ્ટમાં ગોટાળા જણાયા, નેગેટિવ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ?

કોરાનાની બીમારીના કચ્છમાં કેસ વધી રહ્યા છે સાથે સાથે તંત્ર પર દબાણ હોય. અને આમાં જ બેદરકારી ઉતાવળે ખોટા રિપોર્ટની ફરિયાદ બહાર આવી રહી છે. બુધવારે લેવાયેલા એક સેમ્પલની ઘટનામાં એક નેગેટિવ તબીબને પોઝિટિવ જાહેર કરતાં દોડાદોડી થઇ ગઇ હતી. જો કે મૌખિક રીતે અપાયેલી માહિતી મુજબ સવારે `પોઝિટિવ’ અપાયેલો ટેસ્ટ સાંજે `નેગેટિવ’ થઇ ગયો હતો ! મળતી વિગત મુજબ બિદડા સર્વોદય ટ્રસ્ટ હેઠળના જયા રિહેબિલીટેશન સેન્ટરમાં કાર્યરત ડો. મૈત્રી અતુલ રાજ્યગુરુએ અમદાવાદ સામાજિક કારણોસર પ્રવાસ કર્યો હોવાથી’ નિયમ અનુસાર ફરજ પર જતાં મહિલા માધાપરના પીએચસી સેન્ટરમાં તપાસ કરાવી હતી. જેમાં પ્રથમ આવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેને આધારે’ કામ કર્યું હતું એ સેન્ટરમાં પણ એક તબક્કે ફિઝિયોથેરાપી બંધ રહેશે તેવું કહેવામાં આવ્યું. જો કે ફોન પર તપાસ કરતાં એ ભૂલથી પોઝિટિવ લખાઇ ગયાની જાણ થઇ અને સાંજે લેખિતમાં જ ફરી આ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ લખીને અપાયો. આ સાથે કારણ વિના ઊભી થયેલી ચિંતામાં પરિવાર અને સંસ્થાને હાશકારો થયો હતો.

ખાસ સૂતો મારફતે