નખત્રાણા પંથકમાં ગાજ-વીજ સાથે વરસાદ, નોંધપાત્ર વરસાદ બાદ પણ ગરમીનો માહોલ અને ભૂકંપના વધતા આંચકા

ભુજ અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય ઉકળાટના માહોલ વચ્ચે ભાદરવાના ભુસાકા રૃપે હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા હતા. ભુજમાં એક ઈંચ તેમજ રાપર તાલુકાના સુવઈ અને આસપાસના ગામોમાં બેાથી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો.કચ્છમાં જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસાથી મેઘ વિરામના માહોલ વચ્ચે મહત્તમ તાપમાનમાં થોડો વાધારો થતાં ગરમી અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. જિલ્લા માથક ભુજમા સાંજના ૪ વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદનું ભારે ઝાપટુ વરસ્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાં ર૬ મી.મી. વરસાદ પડયો હોવાનું નોંધાયુું હતું. જોરદાર ઝાપટુ વરસતા માર્ગો પરાથી પાણી વહી નીકળયા હતા. માધાપર ગામની આસપાસના વિસ્તારોમાં અંદાજે સવા ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. ભુજાથી ભચાઉ ધોરીમાર્ગ પર એકાથી દોઢ ઈંચ ધોધમાર વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે.રાપર તાલુકાના સુુવઈ અને આસપાસના ગામોમાં વહેલી સવારાથી મેઘાવી માહોલ વચ્ચે બેાથી ત્રણ ઈંચ વરસાદ પડયો હોવાનો અહેવાલ પ્રાપ્ત થયા છે. વરસાદના લીધે ગામોની શેરીમાં પાણી વહી નીકળ્યા હતા. સુવઈ ઉપરાંત જેસડા, ગવરીપર, નારાણપર સહિતના ગામોમાં સારો વરસાદ પડયો હતો. નાની મોટી રવ ગામે જોરદાર ઝાપટા વરસ્યા હતા. સુવઈ ડેમ બીજી વખત ઓવરફલો થયો હતો. તાલુકાના ખેંગારપર ગામે સવારના ૭થી ૧૦ વાગ્યા સુાધી વરસાદ પડયો હતો. ખેતરોમાં પાણી ભરાતા એરંડા, ગોવાર, મગ સહિતના ઉભા પાકને નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. નખત્રાણા તાલુકાના જીંદાય, દેવીસર, ચાવડકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે છ વાગ્યા બાદ ભારે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું, ચાવડકા ગામે શેરીઓમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા.એક બાજુ રેકોર્ડ બ્રેક વરસાદ બાદ પણ ગરમીમાં ઘટાડો થયો નાથી. બીજી બાજુ ધરતીકંપના આંચકાનું પ્રમાણ પણ વાધવા પામ્યું છે. કચ્છના બદલાતા વાતાવરણના સંદર્ભમાં સંશોધનનો વિષય છે.