અબડાસાના રામપર-અબડા ગામના રહેવાસી એવા સિધિક ઉરસ પઢિયાર નામના યુવકના રહસ્યમય મૃત્યુના ચારેક મહિના જૂના કિસ્સામાં આજે મરનારની સ્કોર્પિયો જીપકાર ભુજ-માંડવી ધોરીમાર્ગ ઉપર માવજી તલાવડી અંદરથી મળી .

 અબડાસાના રામપર-અબડા ગામના રહેવાસી એવા સિધિક ઉરસ પઢિયાર નામના યુવકના રહસ્યમય મૃત્યુના ચારેક મહિના જૂના કિસ્સામાં આજે મરનારની સ્કોર્પિયો જીપકાર ભુજ-માંડવી ધોરીમાર્ગ ઉપર માવજી તલાવડી અંદરથી મળી આવતાં સુષુપ્ત જેવી થઇ ગયેલી આ કિસ્સાની તપાસ પુન: ચેતનવંતી બની છે. બહાર આવેલી વિગતો અનુસાર, ગત સપ્ટેમ્બર મહિનામાં રામપર-અબડાના સિધિક પઢિયારના શંકાસ્પદ મૃત્યુની આ ઘટના બની હતી. જે- તે સમયે યુવતી સાથેના પ્રેમ સંબંધના કારણે આ હતભાગીનું અપહરણ કરીને તેની હત્યા કરાઇ હોવાની લેખિત ફરિયાદ-રજૂઆત મરનારના પરિવારજનોએ કરી હતી. આ દરમ્યાન આજે મૃતક જેમાં તેના ગામેથી નીકળ્યો હતો તે મહિન્દ્રા સ્કોર્પિયો જીપકાર માવજી તલાવડીમાંથી મળી આવી છે. સત્તાવાર સાધનોએ આ વિશેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ભુજ-માંડવી માર્ગે ખત્રી તળાવ પાસેની માવજી તલાવડીમાંથી જીપકાર આજે કઢાયા બાદ તેને માનકૂવા પોલીસના હવાલે કરવામાં આવી હતી. તપાસનીશ ટુકડીએ આ જૂના કેસની છાનબીન પુન: તેજ બનાવી છે. ‘આ સમગ્ર કેસની પૂર્વ વિગતો એવી છે કે મરનાર સિધિક તેના ગામેથી સ્કોર્પિયોથી ભુજ આવવા નીકળ્યો હતો. ભુજમાં ભીડ નાકે એક હોટલમાં જમ્યા બાદ બહાર નીકળ્યા પછી તે લાપતા બન્યો હતો. આ પછી બી. ડિવિઝન પોલીસમાં ગુમનોંધ પણ કરાવાઇ હતી. બાદમાં મૃતકની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ માવજી તલાવડી પાસેથી મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *