ગાંધીધામ શહેરની બી ડિવિઝન પોલીસે ત્રણ?શખ્સોની ધરપકડ કરી તેમના કબ્જામાંથી રૂા. 67,000ના 16 મોબાઇલ જપ્ત કર્યા હતા.

ગાંધીધામ શહેરની બી ડિવિઝન પોલીસે ત્રણ?શખ્સોની ધરપકડ કરી તેમના કબ્જામાંથી રૂા. 67,000ના 16 મોબાઇલ જપ્ત કર્યા હતા. શહેરના સથવારા કોલોની વિસ્તારમાંથી પોલીસે ભાવેશ કાનજી થારુ, અજય ઉર્ફે બબો હીરજી સીંચણિયા અને હરેશ ઉર્ફે ચીચો શામજી ડુંગરખિયા નામના શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સોની ઝડતી લેવાતાં તેમના પાસેથી રૂા. 67,000ના 16 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ ફોનના આધાર-પુરાવા મગાતાં આ શખ્સો પૂરા પાડી શકયા નહોતા. આ મોબાઇલ ચોરી કે છળકપટથી મેળવાયેલા હોવાનું જાણીને પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી. ખરેખર આ ફોન કયાંથી આવ્યા તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *