સુમરાપોર ખાતે ઝેરી મેલેરિયાના કેસ બહાર આવતાં ગ્રામજનોમાં વ્યાપી ચિંતા

સમગ્ર દેશમાં કોરોના જેવી મહામારી બીમારીથી લોકો ભયભીત છે. ત્યારે સરહદી-પચ્છમ વિસ્તારના સુમરાપોર ગામે ઝેરી મલેરિયાએ પગપેસારો કરતાં આ ગામમાં ત્રણ ઝેરી મેલેરિયાના કેસો નીકળતાં ભય ફેલાયો છે. ચારે બાજુ કોરોનાની જયારે ચર્ચા જોર પકડી રહી છે ત્યારે સુમરાપોર ગામ સિવાય અન્ય પશ્ચિમ પાંચાડામાં જો આ ઝેરી મલેરિયા ફેલાઈને પગ પેસારો કરશે તો વધુ ઘાતક બનશે એવી દહેશત લોકોને સતાવી રહી છે. આમ તો આવા કેસો અન્ય ગામોમાં અવારનવાર નીકળે છે. પણ સમયાંતરે આવા કેસોને આરોગ્ય તંત્ર દ્વારા નજર અંદાજ કરી છુપાવી દેવાય છે એવો લોકોનો આક્ષેપ છે. આવા કેસોમાં ગામની વાત ગામમાં જ રહી જાય અને તંત્રએ વધુ પ્રાધાન્ય અપાય છે.કેસોને છુપાવવામાં પરિસ્થિતિ વધુ બગડશે અને લોકો આ ઝેરી મલેરિયાની ચપેટમાં ન આવી જાય એની આરોગ્ય તંત્રે ચિંતા કરવી રહી. સુમરાપોર ગામમાં આમ તો પહેલા અનેકવાર ઘણા કેસો નીકળી ચૂક્યા છે, પરંતુ હાલે કોરોના જેવી ગંભીર બીમારીના ચારે કોર ભણકારા વાગી રહ્યા છે ત્યારે જો એની સાથે ઝેરી મેલેરિયા ધીરે-ધીરે માથું ઊંચકશે તો આ વિસ્તારની પરિસ્થિતિ વધુ ગંભીર બનશે એમાં બેમત નથી તેવું રહેવાસીઓ કહે છે.’
સૂત્રોની માહિતીને આધારભૂત ગણીને