ગોવિંદપર પાસેથી એક શખ્સની દેશી તમંચા અને કારતૂસ સાથે કરાઇ ધરપકડ

રાપર તાલુકાના ગોવિંદપર ગામના પાટિયા પાસેથી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ એક શખ્સની ધરપકડ કરી અને તેની પાસેથી એક દેશી તમંચો અને એક કાર્ટીઝ જપ્ત કર્યાં હતાં. પૂર્વ કચ્છની એસ.ઓ.જી. ગઇકાલે રાત્રે ગાગોદર બાજુ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ચિત્રોડથી રાપર જવાના માર્ગ પર ગોવિંદ ગામના પાટિયા પાસે ઊભેલા એક શખ્સ પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. પરિણામે આ ટીમ અહીં ધસી આવી હતી. અહીં સામખિયાળી જવા માટે વાહનની રાહ જોઇને ઊભેલો એક શખ્સ નજરે ચડયો હતો. શકંસ્પદ એવા દેવેન્દ્ર કુંભા ઝાલા નામના આ શખ્સની પોલીસે તલાશી લીધી હતી. તેની ડાબી બાજુની ભેઠમાંથી દેશી તમંચો મળી આવ્યો હતો તથા ખિસ્સામાંથી એક જીવંત કાર્ટીસ મળ્યું હતું. આ શખ્સે નવાપરા રાપરના ભચુ રાયધણ લુહાર પાસેથી તમંચો ખરીદ્યો હતો. તેણે પોતાના શોખ માટે આ હથિયાર ખરીદ્યું હોવાની કેફીયત પોલીસ સમક્ષ આપી હતી.’ નાળચાંની લંબાઇ 15 સેન્ટીમીટર, નાળચાંથી હાથા સુધીની લંબાઇ 27 સેન્ટીમીટર, નાળચાંની ગોલાઇ 2 સેન્ટીમીટર, એક ટ્રીગર, એક ઘોડો, હાથાની બન્ને બાજુ લાકડાની ચીપ લાગેલી તેવી દેશી બૂંક તથા કાર્ટીઝ એમ કુલ રૂા. 15,500નો મુદ્દામાલ આ શખ્સ પોલીસ જપ્ત કરાયો હતો.’
મળતી માહિતીને આધારે