દાહોદમાં એક પરિવારના પાંચ મૃતદેહ મળ્યા

શુક્રવારે દાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહો ફ્લેટમાંથી મળી આવ્યા, જેમાંથી ત્રણ સગીરા છે, તેમના મૃતદેહ તેમના ફ્લેટમાંથી મળી આવ્યા.‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે પોલીસે કહ્યું છે કે આ આત્મહત્યાનો કેસ છે.સ્થળ પર પહોંચેલી દાહોદ ટાઉન પોલીસને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો વેપાર કરતા સૈફી દૂધિયાવાલા, તેમનાં પત્ની અને તેમની ત્રણ પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા હતાં.પરિવાર આ ધરમાં ભાડેથી રહેતો હતો. પાડોશીઓના ફોન કૉલનો જવાબ ન આપતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.દાહોદના એસ.પી. હિતેશ જોયસરે કહ્યું કે પરિવારે ઝેરી પદાર્થ પી લીધો હતો. પોલીસ આ કેસમાં નાણાકીય મુશ્કેલીનો મુદ્દો તપાસી રહી છે.તેમણે કહ્યું, “પ્રાથમિક જાણકારી પ્રમાણે આ પરિવાર નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો.”પરિવારના સંબંધીઓના જણાવ્યા પ્રમાણે લૉકડાઉન પછીના મહિનાઓ દરમિયાન દૂધિયાવાલાને મોટું આર્થિક નુકસાન થયું હતું અને તેમણે સંબંધીઓ પાસે આર્થિક સહાયની માગ કરી હતી.