પશુચોરીનો ભેદ ઉકેલવામાં નબળી પડતી કચ્છની પોલીસ-પોલીસ ફરિયાદ બાદ પણ એક ચોરી શોધી શકાયેલ નહીં
કચ્છમાં ધરફોડની સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોથી અબોલા પશુઓની ચોરી થઈ રહી છે. ભુજના પટેલ ચોવીસી વિસ્તારમાંથી જ છેલ્લા એકાદ વર્ષમાં 200થી વધુ ગાય ભેંસોની ચોરી થવા પામી છે. પશુપાલકો દ્વારા અવારનવાર પોલીસસ્ટેશનમાં રજુઆત કરવામાં આવતી હોવા છતાંપણ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવતી નથી અને ફરિયાદ લેવામાં આવે તો પશુચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળતી નથી. આ મામલે થોડા મહિના અગાઉ પશુપાલકો દ્વારા કલેક્ટરને રજુઆત કરી પશુઓની ચોરીના બનાવો અટકાવવાની માંગ પણ કરવામાં આવી હતી જો કે પશુચોરીના બનાવો યથાવત છે. જેમાં સુખપર ગામની વાત કરીએ તો 2 ભેંસોની ચોરી થવા પામી હતી.જે અંગે ફરિયાદ કરવામાં આવી હતી. સુખપર ગામમાં 2 માસમાં 10 ભેંસોની ચોરી થવા પામી હતી જેમાં એક પણ ભેંસોની ચોરી શોધી શકાયેલ નથી. આમ છેલ્લા કેટલાક વર્ષોથી પશુ ચોરીના બનાવો વધતાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે.