માંડવીના રસકસનીક દુકાનમા આગ લાગવાથી, દુકાનમા મુદ્દામાલ ભસ્મ થઈ ગયો.
બંદરીય શહેર માંડવી ખાતે આવેલી રસકસની દુકાનમા એકાએક આગ ફાટી નીકળતા ભાગ દોડ મચી જવા પામી હતી. કલાકોની જહેમત બાદ આગને કાબુમાં કરવામાં આવી હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે મેઇન બજારમાં આવેલી આ રસકસની દુકાનમાં આજે બપોરે કોઈ કારણોસર આગ લાગતાં તાત્કાલિક આ બાબતે ફાયર બ્રિગેડની ટિમને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ટુકડી સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.જેના પાણીનો મારો ચાલવાયો હતો. સમગ્ર ઘટનામાં રસકસની દુકાનમા લાગેલી આગને લઈને આસપાસના વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવને લઈને માંડવી પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. અને આ બનાવને લઈને આસપાસના વેપારીઓ પણ પોતાના માલ-સમાન બચાવતા નજરે પડ્યા હતા. સમયસૂચકતાને કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ રસકસની દુકાનમાં રહેલ તમામ મુદ્દામાલ ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો.ત્રણથી ચાર ફાયર ફાઇટરની ટીમે લાગેલી આગને કાબુમાં કરી હતી. અંહી લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા.આ દુકાન સાથે સંકળાયેલા ગોડાઉનમાં પણ આગની અસર થઈ હતી.આના કારણે દુકાન મકાનને ભારે નુકસાન થયું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.