સુરતના પલસાણાના પાસેથી ૫૬ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો.

ભુજમાં મોકલાઈ રહેલા અડધા કરોડથી પણ વધુ કિંમતના ઇંગલીશ દારૂના જથ્થાને પોલીસે સુરતના પલસાણા પાસેથી ઝડપી પાડતા. પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવતા સ્ટેટ મોનીટરીંગની ટીમે મધ્ય રાત્રિના પલસાણાના બાલેશ્વર ગામે કન્ટેનર ટ્રક નં.એચ.આર.૫૫.૯૭૭૪ વાળાની તપાસ કરતાં તેમાં કન્ટેનરના દરવાજા પર આર્મી એરફોર્સના સિક્કા સાથેનું સીલ હતું.અમૃતસરના ડ્રાઈવર ગોવિંદસિંહ મજબીસિંહની પૂછપરછમાં તેણે જણાવ્યુ હતું કે, આ માલ ડિફેન્સનો છે અને તે ભુજ આર્મી અને એરફોર્સ સ્ટેશનમાં સપ્લાય કરવા જઈ રહ્યો છે. પોલીસે પુરાવા માગતા ગોવિંદસિંહે આર્મી એરફોર્સના સિક્કાવાળા ડીલેવરી ચલણ બતાવ્યા હતા. જોકે, ચલણ ડીલેવરી ચલણ અને કન્ટેનર ઉપર સીલ બોગસ હતું. કન્ટેનરને ચેક કરતાં તેમાં ૫૬ લાખની કિંમતની ઇંગલીશ દારૂની બોટલ નંગ ૧૧૪૧૨ મળી પોલીસની કાર્યવાહી દરમિયાન જીતેન્દ્ર ઉર્ફે બગા નામનો શખ્સ નાશી છુટયો શરાબનો જથ્થો રાજેશ મલ્હોત્રાએ મોલ્ક્યો હતો. અને તેની ડીલેવરી રાહુલ લેવા આવનારો હતો.આ દારૂ ખરેખર ભુજ મોકલાઈ રહ્યો હતો કે અન્ય કોઈ જ્ગ્યાએ તેની હકીકતો તપાસ દરમ્યાન જ સામે આવવા પામશે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *