ભચાઉના એક યુવકે ગળેફાંસો ખાઈ પોતાના જીવન ટૂંકવ્યું.
ભચાઉના ભટ ફળિયામાં યુવકે ગળેફાંસો ખાધા બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું મૃત્યું નિપજયું હતું. લોકોએ સારવારમાં બેદરકારીનો આક્ષેપ કરી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલાને થાળે પાડ્યો હતો.ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યુ હતું. કે, શહેરના ભટ્ટ ફળિયામાં રહેતા રસિકભાઇ ખેતાભાઈ ખાણીયા એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.તેને વાગડ વેલ્ફર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.પણ સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યું નિપજયું હતું. જેને લઈને લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. લોકોએ સારવારમાં દેરીનો આક્ષેપ કરીને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. અને તબીબ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.