જૂનાગઢમાં ગુમ થયેલ 9 મોબાઇલ શોધી કાઢતી એ ડિવિઝન પોલીસ
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2020/09/images-1-1.jpg)
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2020/09/images-1-1.jpg)
જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં અરજદારોના પડી ગયેલા તથા ગુમ થયેલા મોબાઈલ બાબતે જુદી જુદી અરજીઓ આપવામાં આવેલ હતી. જે અરજીના ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની ઝુંબેશના ભાગ રૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.જી.ચૌધરી, પીએસઆઇ જે.એચ.કચોટ, સ્ટાફના એ.એસ. આઈ. વલ્લભભાઈ, પો.કો. જીલુભાઈ, ભાવસિંહ, મહિલા પો.કો. શારદાબેન, ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈને દ્વારા ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે જહેમત ઉઠાવી, જુદી જુદી કંપનીના રૂ. ૧,૦૨,૭૯૮ ની કિંમતના કુલ ૯ મોબાઈલ, મળી આવેલ હતા, મળી આવેલ તમામ મોબાઈલ અરજદારોને ડીવાય એસપી કચેરી ખાતે બોલાવી, સોંપવામાં આવતા, અરજદારોને પોતાના મોબાઈલ પરત મળતા, ખુશીની લાગણી વ્યક્ત કરેલ હતી.