અંજાર અને કિડાણામાં જુગાર રમતા 8 ખેલીઓને પોલીસે જેલમાં ધકેલ્યા

(ગાંધીધામ) પૂર્વ કચ્છમાં અંજાર અને ગાંધીધામ તાલુકાના કિડાણામાં જુગારના પાડવામાં આવેલા 2 રેડમાં આઠ  ઇસમોની શિષ્યોને પોલીસે જેલમાં ધકેલ્યા હતા. 2 ઇસમો નાસી ગયા હતા. બન્ને દરોડામાં 45,000ની રોકડ જપ્ત કરાઈ હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ’ પૂર્વ બાતમીના આધારે ગંગાનાકામાં કકરવા કોમ્પ્લેક્ષની નીચે’ રેડ પાડી હતી. ઇસમો કાશમશા હુસેનશા શેખ, ઈમામશા ઈશબશા શેખ, સિધીક હુશેન સેતા, ઈસ્માઈલશા આદમશા’ શેખ, શંકર વિજુ દેવીપુજક અને શબીર મામદ કુરેશી ધાણી પાસા વડે જુગાર રમતા પોલીસની ઝપટે ચડ્યા હતા. પોલીસે પડમાંથી રોકડા રૂા. 33,900, રૂા.11,500ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન સહિત રૂા. 45,500ની કિંમતનો મુદ્માલ હસ્તગત’ કર્યે હતો. બીજી બાજુ ગાંધીધામ બી. ડિવિઝન પોલીસે તાલુકાના કિડાણા ગામમાં સોમૈયા સોસાયટીમાં ગત’ મોડી રાત્રીના કાર્યવાહી કરી હતી. ઈસમ જેસંગ આલા મકવાણા અને રવિ માવજી રાઠોડ જુગાર રમતા પોલીસની ઝપટે ચડ્યા હતા. જયારે નારણ અમરા ભરવાડ અને રમેશ પચાણ મકવાણા નાસી ગયા હતા. આ કાર્યવાહી દરમ્યાન રોકડા રૂા. 11,100 કબ્જે કરાયા હતા. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.’