ભુજના વોર્ડ નં ૧ ના રહેવાસીઓ પીવાના પાણીની સમસ્યાથી પરેશાન : તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર નિસકર્ણ લાવવામાં નિષ્ફળ.

ભુજ શહેરના અનેક વિસ્તારો એવા છે કે, જયાં પાણીની સમસ્યા સર્જાય છે. જેથી ભુજની પ્રજા આ સમસ્યાથી હવે ઘણી ત્રસ્ત થઈ ગઈ છે. તેવામાં જ આવી સમસ્યા ભુજના વોર્ડ નં ૧ ના વિસ્તારમાં જોવા મળેલી છે કે જયા આ વિસ્તારમાં ૧૫ વર્ષથી પ્રજાને પાણીની સુવિધા મળતી નથી આ બાબતે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા વોર્ડ નં ૧ ની આ સમસ્યા બાબતે કઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવતું નથી.અત્રે ઉલ્લેખનીય છે. કે, ભુજ શહેરમાં ઘણી જગ્યાએ પાણીની સમસ્યાતો છે. પણ છેલ્લા ૧૫ વર્ષથી અહીંની પ્રજા પાણી વગર રહી છે. તે ઘણી શરમજનક બાબત કહી શકાય.જેથી આ બાબતે નગરપાલિકા જાણવા છતાં અજાણ હોય તેવું દેખાઈ રહ્યું છે. તેમજ અહીંની પ્રજાને પાણી લેવા માટે ઘણું દર જવું પડે છે.જેથી આ સમસ્યાનો નિકાલ લાવવા માટે અંહી પાણીની લાઇન નાખવામાં આવે તેવી લોકમાંગ કરવામાં આવી હતી.

વધુ અપગ્રેડ માએ જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *