થોડા સમય પહેલા એક જી.આર.બહાર પાડવામાં આવ્યો હતો.જે જી.આર.માં એવું હતું કે, જે ગામડે-ગામડે દેશીદારૂનું વેચાણ થાશે.તો તેની સંપૂર્ણ જવાબદારી તે ગામના મુખ્ય નાગરિક-સરપંચની રહેશે.
થોડા સમય પહેલા એક જી.આર.બહાર પાડવામાં આવ્યો હતો.જે જી.આર.માં એવું હતું કે, જે ગામડે-ગામડે દેશીદારૂનું વેચાણ થાશે. તો તેની સંપૂર્ણ જવાબદારી તે ગામના મુખ્ય નાગરિક-સરપંચની રહેશે. પણ હજી સુધી તે જી.આર.નો સંપૂર્ણ પણે અમલ થયો હોય તેવું લાગતું નથી દરેક ગામડે ખુલ્લેઆમ આપણે જોવા જઈએ તો દેશીદારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. તેમજ યુવાધન આવી ખરાબ આદતોથી પોતનાનું જીવન બરબાદ કરી રહ્યા છે. તેમજ ઘણાના પતિ આ વ્યસનથી બરબાદ થઈ ગયા છે. તો ઘણા સંતાનો તેમના માતા-પિતા વિહોણા થઈ ગયા છે તો કયાંક ઘરનો કમાનાર આ દારૂથી ઉંમર પહેલા પોતાની જીવનલીલા સંકેલી ગયો છે. તો ઘણી મહિલાઓ નાની ઉંમરે વિધવા બની ગઈ છે. તેમજ આ રાક્ષસી દારૂ દાનવ ખરેખર કયારે બંધ થશે તેવો સૂર ગામડે-ગામડે ચર્ચાઇ રહ્યો છે.તો શું મોટા પાયે મહાનગરોમાં જેમાં થાય છે. તેમ લઠ્ઠાકાંડ બાદ જાગશે કે કેમ અગાઉ દારૂ બંધી શાખા જેવી અલાયદી શાખા પણ શરૂ કરવામાં આવેલ.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.