ભુજના વોર્ડ નં ૧ ના રહેવાસીઓ ગટર,રોડ અને લાઇટ જેવી સામાન્ય સુવિધાથી વંચિત : તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ.

ભુજ શહેરના વોર્ડ નં ૧ માં છેલ્લા ૧૫ વર્ષથી પાણીની સમસ્યા તો છે જ પરંતુ આ સાથે આ વિસ્તારના લોકો ગટર ,રોડ,લાઇટ જેવી તમામ સામાન્ય સુવિધાથી વંચિત છે. આ વિસ્તારમાં ખરાબ રોડને કારણે પ્રજાને આવવા જવામાં ઘણી તકલીફ પડે છે અને અંહી રાત્રી દરમ્યાન લાઇટો પણ ચાલુ હોતી નથી જેથી અંહી રાત્રે આવતા જતાં લોકોને  તેમાં ખાસ કરીને મહિલાઓ સાથે કોઈ અનીચ્છીય બનાવ બનશે તો તેની જવાબદારી કોણ લેશે ? તો શું આ વિસ્તાર ભુજમાં નથી આવેલું કે પછી ભુજની બહાર છે તે જ સમજાતું નથી શું નગરપાલિકા તંત્રને કયારેય આ વિસ્તારના લોકોની સમસ્યાને સાંભળી જ નહીં હોય ? જેથી નગરપાલિકા તંત્ર આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ વિસ્તારમાં રોડ સરખા કરવામાં આવે, તેમજ ગટર અને લાઇટની પણ સુવિધા આપવામાં આવે તેવી અંહીના વિસ્તારના લોકોએ લોકમાંગ કરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *